બનાસકાઠાના સીપુ, દાંતીવાડા ડેમમા પાણીની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 11:25:53
  • Views : 2053
  • Modified Date : 2019-08-03 11:59:31

બનાસકાંઠાના સીપુ,
દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં
પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. પરંતુ વડગામ તાલુકામાં આવેલો મુક્તેશ્વર ડેમ ભર ચોમાસામાં હજુ ખાલીખમ રહેવા પામ્યો છે,  જે ખેડૂતોમાં
પણ ચિંતાનો વિષય બનવા
પામ્યો છે. અંબાજી દાંતા સહિત ઉપરવાસમાં વરસાદ પડે તો જ  મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થાય તેવું ડેમના સુત્રોનું કહેવું છે.
બનાસકાંઠામાં મુખ્યત્વે ત્રણ મોટા ડેમ આવેલા છે. સીપુ,
દાંતીવાડા અને મુક્તેશ્વર છે. જેમાં હમણાં રાજસ્થાનના ઉપર વાસમાં ભારે વરસાદ પડવાથી સીપુ અને દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા છે. પાલનપુર, દાંતા અને વડગામ તાલુકામાં નહિવત વરસાદ પડવાથી મુક્તેશ્વર ડેમ હજુ ખાલી ખમ છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને બેઠાં છે. આમ જોવા જઈએ તો મુક્તેશ્વર ડેમમાં પાણી ભરાતાં  સિંચાઇ માટે વડગામ અને ખેરાલુ તાલુકાના ગામોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે અને છેલ્લાં બે વર્ષથી વરસાદ ન હોવાથી ડેમ ખાલીખમ પડ્‌યો છે. બીજી બાજુ તાલુકાના આગેવાનો, લોકો, ખેડૂતો અને લોકોએ વારંવાર સરકારને મુક્તેશ્વરમાં નર્મદાનું પાણી નાખવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પણ સરકાર કોઈનું કંઇજ સાંભળતી નથી. તો ચાલુ ચોમાસામાં મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક હજુ થવા પામી  જ નથી. ત્યારે ખેડૂતો અંબાજી દાંતા સહિત
ઉપરવાસમાં વરસાદ પડે અને ડેમ ભરાય તેવી લોકો મીટ માંડીને  બેઠાં છે. સરકાર દ્વારા નર્મદાના પાણીથી ડેમ ભરવામાં આવે તેવી માંગ તાલુકાના લોકોમાં ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News