ઢીમા ફાંગડી માઈનોર કેનાલમાં ચાર વર્ષથી પાણી નથી છોડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 11:49:17
  • Views : 373
  • Modified Date : 2019-12-25 11:49:17

વાવ તાલુકાની ઢીમા ગામની સીમમાંથી પસાર થતી અને ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી કોળાવા ગામ નજીક આ કેનાલની કામગીરીઓ વર્ષોથી અધુરી છોડવામાં આવતા ચાર વર્ષથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. પરિણામે અહીંની હજારો હેક્ટર જમીન શિયાળુ
પિયત માટે પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો દ્વારા આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નક્કર
પગલા ભરવામાં નહિ આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે સત્વરે માઈનોર કેનાલની સફાઈ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલોનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. ત્યારે નર્મદા નિગમની અણઆવડતને કારણે છેવાડાના ખેડૂતને  સિંચાઈ માટે ભરશિયાળે પાણી મળતું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ નર્મદાની કેનાલો શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે. તો વળી કેનાલોમાં સફાઈના નામે લાખો રૂપિયાના ટેન્ડર ફાળવી દેવાય છે છતાં પણ સફાઈ થતી નથી. ત્યારે વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી ઢીમા ફાંગડી માઈનોર કેનાલમાં ચાર વર્ષથી એક પણ વખત પાણી છોડવામાં આવ્યું નથી. પરિણામે કેટલાંય ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી જેથી સત્વરે કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News