બાલારામ ચેકડેમ બનાવવા અને મલાણા વિસ્તારના તળાઓમાં સિંચાઈનું પાણી નાંખવાની માંગ ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:26:30
  • Views : 474
  • Modified Date : 2020-06-12 12:26:30

પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં સિંચાઇના
પાણીની સમસ્યાને દૂર કરવા માટે આ વિસ્તારના ખેડૂતો દ્વારા મલાણા વિસ્તારની આસપાસના ગામોના તળાવોમાં દાંતીવાડા ડેમનું પાણી નાખવા માટે ભુતેડી ગ્રામજનો તેમજ આસપાસના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભૂગર્ભ જળ તળિયે
પહોંચવાને લઈ આ વિસ્તારના ગામડાઓમાં પાણીના અભાવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ખતરામાં મુકાયો હોઈ સરકાર દ્વારા આ પંથકમાં
પાણીની અછતને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે તળાવોમાં પાણી ભરવાની યોજના અમલમાં મૂકે તેવી માંગ કરવામાં આવી છે. ભૂગર્ભમાં પથ્થર ધરાવતા
પાલનપુર તાલુકાના મલાણા
પંથક જળ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અહીં જમીન અંદર બસ્સો ફૂટે પથ્થર આવતો હોય બોરવેલ ફેલ થઈ રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી અપૂરતા વરસાદને લઈ ભૂગર્ભ જળ સતત નીચા જઇ રહ્યા હોય મલાણા, સાગલા, ભુતેડી, રાજપુર, ભટામલ(મોટી), મલાણા, બાદરપુરા(ભૂ),
આકેડી, દેલવાડા, મોરિયા,
પારપડા, વાધણા, લુણવા, આંત્રોલી, પીરોજપુરા,
જેશુગપુરા, ખેમાણા,
હેબતપુરા, જશપુરીયા સહિતના ૨૫ થી ૩૦ ગામોમાં પાણીના તળ ઉંડા જવાથી બોર અને કુવામાં નહિવત પાણી અને
પાણી સુકાઈ જતા સિંચાઇને લઈ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જોકે આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે તો ભવિષ્યમાં પીવાના પાણીની પણ જટિલ સમસ્યા સર્જાઈ શકે તેવી
પરિસ્થિતિ નિર્માણ પામી છે. જેને લઇ ખેતી અને પશુપાલનનો વ્યવસાય ખતરામાં મૂકાયો છે. જોકે પાણીની સમસ્યા દૂર કરવા માટે આ વિસ્તારના ખેડૂતો દ્વારા અગાઉ અનેકવાર સરકારમાં તેમજ તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News