બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ પાણીના ટાંકામાંથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:42:15
  • Views : 311
  • Modified Date : 2020-12-18 11:42:15

ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ તેના જ ઘરના પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી જવા
પામી છે. બનાવને પગલે
આજુબાજુના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે
પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસાની સરસ્વતી સોસાયટી ખાતે રહેતો ધવલ પ્રવિણભાઈ ઠક્કર નામનો ૨૯ વર્ષીય યુવક મેડિકલનો વ્યવસાય કરતો હતો. જે બે દિવસ અગાઉ ૧૫ તારીખે ઘરેથી અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનોએ ડીસા
પોલીસ મથકે જાણવા જાેગ ફરિયાદ આપી તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન
ગુરૂવારે વહેલી સવારે યુવકના
પરિવારજનો બ્રશ કરી રહ્યા હતા તે સમયે પાણીમાંથી દુર્ગંધ આવતા તપાસ કરતા  પાણી ટાંકામાંથી
પોતાના ૨૯ વર્ષીય દીકરાની લાશ તરતી જાેવા મળી હતી.
પાણીના ટાંકામાંથી  યુવકની લાશ મળી આવતા
પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.  આ ઘટનાને
પગલે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે મૃતકની લાશની જાણ પોલીસની કરી બહાર નીકાળી હતી. પોતાના દીકરાની લાશ મળી આવતા
પરિવારમાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી.
આ ઘટનાની જાણ કરતા આજુબાજુના લોકો અને
પોલીસ પણ આવી પહોંચી હતી. તેમજ યુવકની લાશને
પાણીની ટાંકીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવ અંગે ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News