પૂજ્ય પાંડુરંગશાસ્ત્રીના વિચારોમાંથી પ્રેરણા મળી ડીસાના બે ખેડૂતોએ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંક ી બનાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:25:37
  • Views : 549
  • Modified Date : 2020-07-28 11:25:37

જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમાં ચોમાસામાં પાણીનો સંગ્રહ અતિ આવશ્યક જરૂરિયાત બની ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાય લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરતા હોય છે. અને આ મહામૂલા કુદરતી જળસ્ત્રોત નહીં બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યા છે.
આવા એક વ્યક્તિ છે વિરચંદભાઈ કાંતિલાલ પટેલ ઉર્ફે દાસકાકા. જેઓ ખેતીના વ્યવસાયની સાથે જોડાયેલા છે. તેઓએ સ્વાધ્યાય પરિવારના
પાંડુરંગ શાસ્ત્રીના વિચારોથી પ્રેરણા લઈ ૭ વર્ષ પહેલા
પોતાના ખેતર પર વરસાદી
 પાણીના સંગ્રહ માટે નું એક ટાંકી બનવી હતી.શરૂઆતમાં તેઓ ડીસાથી મિનરલ વોટર
પીવા માટે ખેતરે લઈ જતા હતા. પરંતુ અનેક બીમારીનો ભોગ બનતા તેઓએ ચોમાસામાં વેસ્ટ જતા કુદરતી પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેઓએ તેમના ખેતર પર નવ હજાર લિટર
પાણીનું ટાંકુ બનાવ્યું. અને તે જ પાણી વર્ષ દરમિયાન રસોઇમાં અને પીવાના ઉપયોગમાં લીધું. જોકે ત્યારબાદ તેમના ઘરમાંથી શારીરિક સમસ્યાઓ તો દૂર થઈ જ છે. સાથે સાથે પાણીનો પણ બચાવ થયો છે. તેમાં સફળતા મળ્યા બાદ તેઓએ તેમની ફેક્ટરી
પર પણ એક લાખ લિટર
પાણીનો સંગ્રહ થઇ શકે તેટલું મોટી ભૂગર્ભ ટાંકી બનાવી છે અને આ ફેકટરીમાં ૫૦ થી
પણ વધુ લોકો જે કામ કરે છે તે તમામ લોકો પણ આ જ
પાણીનો ઉપયોગ કરે છે ચોમાસામાં તેમની ફેકટરીમાં શેડ પર આવતા પાણીને અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા આ ટાંકીમાં ભરવામાં આવે છે અને બાદમાં તેઓ વર્ષ દરમ્યાન
પીવના ઉપયોગમાં લેવાય છે.
જ્યારે બીજા ખેડૂત ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા ધીરાજી રત્નાજી માળી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સ્વાધ્યાય
પરિવાર સાથે જોડાયેલા છે.  સ્વાધ્યાય પરિવારના પૂજ્ય
પાંડુરંગ શાસ્ત્રીના વિચારોથી પ્રેરિત તેઓએ તેમના ઘરમાં વરસાદી પાણી સંગ્રહ નું આયોજન કર્યું છે. હાલમાં તેઓ પાંચ ભાઈઓનો પરિવાર સાથે રહે છે અને તમામ ભાઈઓ ના ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટેની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી છે ચોમાસામાં જે પાણી છત પર પડ્યા બાદ વેસ્ટ જાય છે તે તમામ પાણી પાઇપલાઇન દ્વારા  ભૂગર્ભમાં બનાવેલી ટાંકીમાં ભરવામાં આવે છે. આ ટાંકીમાંથી પાણી હેડ પંપ દ્વારા બહાર કાઢી રસોઈમાં અને
પીવાના વાપરવામાં આવે છે.  વરસાદી પાણી વાપરવાથી અને પીવાના ઉપયોગમાં લેવાથી તેઓને અનેક ફાયદાઓ પણ થયા છે. ખાસ કરીને સાંધાના દુખાવાની સમસ્યા, પેટ વધવાની સમસ્યા અને અન્ય રોગોમાંથી મુક્તિ મળે છે.

Download Our B K News Today App



Related News