થરાદના ડોડગામમાં પશુઓને પીવાના પાણીના હવાડા કોરાકટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:00:55
  • Views : 285
  • Modified Date : 2021-01-23 12:00:55

થરાદ તાલુકાના ડોડગામમાં પશુઓને પીવાના પાણીના હવાડા પંચાયતે બનાવ્યો  છે. તેમાં પાણી ભરવાની ફુરસદ નથી. અત્યારે શિયાળાની ઋતુ છે અને ઉનાળાની ઋતુની શરૂઆત હવે ધીરે ધીરે થઇ રહી છે ત્યારે ગામમાં પશુઓને
પીવાના પાણીની તકલીફ પડી રહી છે.  ગામના લોકો દ્વારા વારંવાર પાણી પુરવઠા અને
પંચાયતને રજૂઆત કરી કે
પાણીના હવાડા ભરવામાં આવે પરંતુ પંચાયત દ્વારા કોઈ પણ કનેકશન આપવામાં આવતું નથી કે હવાડાઓને  પાણીથી ભરવામાં આવતા નથી. આથી લોકો કંટાળીને વારંવાર લેખિત રજૂઆતો કરે છે. પરંતુ તંત્રની ઉંઘ ઉડતી નથી. આથી ગામમાં રખડતા પશુઓ પાણી વિના ટળવળે છે.  ત્યારે જાેવા જાેઈએ તો તંત્ર અને પંચાયતના પાપે  
પાણી માટે મરી રહ્યા છે. પશુઓ ખાલીખમ  હવાડા સત્વરે ભરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

Download Our B K News Today App



Related News