વાવ તાલુકામાં પીવાના પાણીના ધાંધિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 11:23:59
  • Views : 411
  • Modified Date : 2020-06-22 11:23:59

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની  સામનો કરતો આવ્યો છે. તેમાંય સરહદી વિસ્તારમાં તો વળી દર વર્ષે ઉનાળાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ જાય છે. લોકોને ઘર વપરાશનું પાણી તો ઠીક પરંતુ પીવાના પાણી માટે
પણ વલખા મારવા પડે છે.  લોકોને પાણી માટે દૂર દૂર સુધી રઝળવું પડે છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં રહેતા ૧૭ જેટલા પરિવારો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે જોકે આ મામલે તંત્ર સાચી હકીકત જાણી હોવા છતાં પણ આંખ આડા કરી રહ્યું છે.
વાવ તાલુકાના ટડાવ પાસે વસવાટ કરતા ૧૭ જેટલા વાદી પરિવારો પીવાનું પાણી ન મળતા આખરે ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે.  આ સ્થિતિ આજની નહીં પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી છે. અહીં વિચરતી જાતિના ૧૭ જેટલા પરિવારો અંતરિયાળ વિસ્તારમાં રહે છે. ગ્રામીણ વિસ્તારથી દૂર અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોવાના કારણે તેઓને પાણી મળી શકતું નથી. આ માટે આ લોકોએ અગાઉ
પણ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા
પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા કરાઈ નથી. વિચરતી જ્ઞાતિના લોકો હોવાના કારણે ન તો તેમની પાસે રહેવા માટે ઘર છે, ન ધંધો-રોજગાર કે ન કોઈ રહેઠાણની કાયમી વ્યવસ્થા. જેના કારણે અહીંથી તઈ ભટકતું જીવન ગાળતાં ૧૭ જેટલા
પરિવારોને રોજેરોજ પીવાનું
પાણી મેળવવા કોષો દૂર જવું
પડે છે અને ગંદુ પાણી  પીવું પડે છે.  જે પાણી જોતા જ ઉબકા આવવા લાગે તેવું પાણી આ લોકો રોજ પી રહ્યા છે. આ
પરિવારો તેમના વાસવાટથી થોડે દૂર આવેલી પાઇપલાઇન લીકેજ થતા ત્યાં પાણીનું ખાબોચિયું ભરાય છે અને ત્યાંથી આ લોકો ખાબોચિયામાંથી
પીવાનું પાણી ભરે છે. દિવસ-રાત  અહીં અનેક પશુઓ પણ પાણી પીતા હોય છે તે જ ગંદુ
પાણી આ લોકો પીવા માટે ભરતા હોવાનું જણાવ્યું હતું.
જોકે આ મામલે પાણી
પુરવઠા અધિકારી ગૌરાંગભાઈ રાણાએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરાવ્યા બાદ અમે પાણીની વ્યવસ્થા કરીશુ. ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસ વાતો તો કરે છે પણ આ જ વાતોને પોકળ સાબિત કરતી આ ઘટના પણ સામે આવી છે ત્યારે હવે આ સમસ્યા જોયા બાદ પણ ૧૭
પરિવારોને પીવાલાયક પાણી
પહોંચાડે છે કે કેમ તે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News