ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા શહેરમાં રોડ રસ્તા અને ભરાયેલા પાણી મુદ્દે તંત્રને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:33:56
  • Views : 306
  • Modified Date : 2020-08-29 11:33:56

ગાંધીનગરમાં સેકટરોમાં આંતરિક રોડ રસ્તા તૂટી ગયા છે. ભુંગળા નાખ્યા બાદ વ્યવસ્થિત પુરાણ ન કરાતા તેમજ પાણી કોમન ચોકમાં ભરાયેલ હોવાથી મચ્છર જન્મ્યા છે. દરેક પાટનગરનો નાગરિક ટેક્સ ભરે છે અને ટેક્સ ભરાતો હોવા છતાં જે પ્રાથમિકતા કામોની પહેલી હોવી જોઈએ અને તેનો હુકમ છે. શહેરમાં નગરસેવકોની ગ્રાન્ટમાંથી ફક્ત બાંકડા, ખુરશીઓ, કબાટ, તિજોરીઓ, બગીચામાં સાધનો, ટ્રીગાર્ડમાં તમામ સંસ્થાઓને ધાર્મિક મંદિરો, ટ્રસ્ટોને આપવામાં આવ્યા છે. ત્યારે પ્રથમ નાગરિક પોતે ટેક્સ ભરી રહ્યો છે ત્યારે નાગરિકને જોઈએ તેવી કોઈ સુવિધા મળતી નથી. વસાહત મંડળના પ્રમુખ દ્વારા અનેક કાર્યો જે નગર સેવકો દ્વારા કરવામાં આવ્યા છે તેમાં બાંકડા, કબાટ, તિજોરીઓ જેમાં ભ્રષ્ટાચારની બૂ આવે છે તેઓએ પણ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ આગોતરું આયોજન પાણી ન ભરાય તે માટે કરાતું હોય છે. ત્યારે ગાંધીનગર મનપા દ્વારા દરેક સેક્ટરોમાં સ્ટ્રોમ વોટરલાઇન પાઈપલાઈન (ભુંગળા) નાખતા અને ત્યારબાદ વ્યવસ્થિત પુરાણ ન કરતા અનેક મકાન માલિકની કપરી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ વરસાદ આવે અને પુરાણ વ્યવસ્થિત ન હોય તો મકાન બેસી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વસાહત મંડળના પ્રમુખ કેસરીસિંહ બિહોલા, મહામંત્રી
રાજેન્દ્રભાઈ પારેખ, ઉપપ્રમુખ પ્રદિપસિંહ બિહોલા, કે.પી.સોલંકી, હરેશભાઈ પટેલ, ગીરીશભાઈ રાવલ, જયેશભાઈ આગજા, જન સંપર્ક મંત્રી હિમાંશુ ભચેચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News