ગોગાપુરા (મુડેઠા) ગ્રામ પંચાયતનો બોર બંધ હોવાથી પાણી માટે વલખાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 10:53:33
  • Views : 503
  • Modified Date : 2019-07-03 10:53:33

ગોગાપુરા (મુડેઠા) ગ્રામ
પંચાયતનો બોર કેટલાંક સમયથી બંધ હાલતમાં હોવાથી આજુબાજુના વિસ્તારના લોકો પાણી વગર પરેશાન થતાં  વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી વાતો જાણે ધ્યાનમાં જ ન આવતી હોય તેવુ જોવા મળી રહ્યું છે. સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરીણામ આવ્યું નથી.
આજુબાજુ વિસ્તારોના લોકો
પાણી વગર વલખાં મારી રહ્યા છે. ગામના લોકોને છેક દુર દુર ખેત વિસ્તારોમાંથી પાણી
ઉપાડીને લાવવુ પડે છે.
આજુબાજુના વિસ્તારની શાળાઓમાં પણ આ પંચાયતનું પાણી જાય છે ભગવાનપુરા કરજીપુરા આમ બંને શાળાઓના બાળકો પાણી પીવા માટે દુર દુર જવુ પડે છે.
આજુબાજુના રહીશોએ નઘરોળ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
 પુરવઠા વિભાગ દ્વારા જાતે તપાસ કરી આ
પંચાયતનો બોર ઝડપી ચાલુ કરવામાં આવે તેવી ગામના સરપંચ અને ગામ લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News