ગ્રામપંચાયતની બેદરકારીને કારણે ડાભેલા ગામે પાણી હોવા છતાં પાણી માટે વલખાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:52:45
  • Views : 451
  • Modified Date : 2019-05-04 11:52:45

અમીરગઢ તાલુકાના ઘણાં એવા ગામોમાં નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને તેમજ પશુ પક્ષીઓ માટે પીવાના
પાણીની તંગી વર્તાય રહી છે. આ ગામોના કુવા અને બોરવેલમાં
પાણીના તળ ઉંડા જવાને કારણે ઘણાં એવા ગામોમાં ટેન્કરો દ્વારા પાણી અપાઇ રહ્યુ છે.
પરંતુ ડાભેલા
ગ્રામપંચાયતના કુવામાં
પાણી હોવા છતાંય ગામલોકો સુધી પાણી નથી પહોંચી રહ્યુ અને એનુ કારણ ગ્રામપંચાયતની આળસ સામે આવી  છે. ગ્રામજનોનું કહેવુ છે કે કુવામાં
પાણી છે પરંતુ ગ્રામપંચાયત દ્વારા  કુવાની અંદરની રેતી બહાર કાઢી પુરાણ કરવામાં આવે એટલે કે કુવો ગાળવામાં આવે તો પૂરતા પ્રમાણમાં પાણી  મળી રહે તેમ છે છતાં પણ ગ્રામપંચાયત દ્વારા ગામલોકોની એક પણ સાંભળવામાં આવતી નથી.  તો બીજી તરફ અગાઉ  ગામમાં જે
પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ
પાઇપલાઇન કરવામાં આવી છે જેનુ કામ બહુજ નબળી કક્ષાનુ કર્યુ હોવાથી પાઇપલાઇન ઠેર-ઠેર જગ્યાએ લીકેજ થતાં અડધુ પાણી રસ્તામાં બેકારમા વહી જાય છે. તેની પણ ગ્રામપંચાયત દ્વારા કોઇ જ તસ્દી લેવામાં આવતી નથી કે પાઇપલાઇનનુ સમારકામ પણ કરાતુ નથી, જોકે ગામલોકોનું કહેવું છે કે કુવો ઉંડો કરી લીકેજ
પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે તો ગામલોકોને
પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે.

Download Our B K News Today App



Related News