દેલવાડા મુમનપુરા પ્રાથમિક શાળામાં પાણી માટે વલખાં મારતા વિદ્યાર્થીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 11:59:28
  • Views : 436
  • Modified Date : 2019-06-16 11:59:28

સરસ્વતી તાલુકાના દેલવાડા મુમનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લાં ત્રણ મહિનાથી પાણીના મળતું હોવાથી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિસરમાં વુક્ષો સુકાઇ રહ્યા છે. મુમનપુરા પ્રાથમિક શાળામાં ૧થી ૫ ધોરણના બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર કાર્યરત છે. પરંતુ છેલ્લાં ત્રણ મહિનાથી પીવા માટે પાણી ન મળતું હોય જેથી બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
શાળાના આચાર્ય જિગ્નેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ધોરણ એકથી પાંચના ૬૦ બાળકો મધ્યાહન ભોજન કેન્દ્ર શાળા
પરિસરમાં ૭૦ જેટલા વૃક્ષો પણ પાણી વિના મજબુર બન્યા છે. શાળા આવતા બાળકોને મધ્યાહન ભોજન જમીને ડોલમાં પાણી લાવીને હાથ ધોવડાવામાં આવે છે
મુમનપુરાના રહીશ રહીમભાઇ સુલેમાન મુમને જણાવ્યું હતું કે ત્રણ મહિનાથી શાળામાં પાણી આવતું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં કેરનો કેર છે .
દેલવાડા ગામના સરપંચને આ બાબતે પુછતા તેમણે જણાવ્યું હતું કે દેલવાડા ગામથી જંગરાલ સુધી રોડની કામગીરીમાં જે.સી.બી.ના ખોદકામથી પાણીની પાઈપો તુટી જતાં આ સમસ્યા ઉભી થઇ છે. મજુરો ના મળવાથી કામગીરી લંબાઈ છે.અને ચાર દિવસમાં પાઇપો જોડી પાણી ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News