પાલનપુરમાં પાણી મુદ્દે પાલિકાની લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 11:18:26
  • Views : 538
  • Modified Date : 2019-05-19 11:18:26

બનાસકાંઠામાં એક તરફ દુષ્કાળની દારુણ સ્થિતિ સર્જાવા પામી છે. બીજી તરફ શહેરોમાં પાણીનો બેફામ વેડફાટ થતો હોય છે. જ્યાં બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં પાણીનો ફેડફાટ કરતાં તેમજ ગેરકાયદેસર કનેકશન ધરાવતાં લોકોને પાઈપલાઈનો દૂર કરવા મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં પાલિકા દ્વારા સોસાયટીઓમાં રૂબરૂ ચેકીંગ હાથ ધરવામાં આવતાં રહીશોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
બનાસકાંઠામાં દુષ્કાળની દારુણ સ્થિતિ વચ્ચે શહેરોમાં પાણીનો બેફામ વેડફાટ થતો હોય છે. જ્યાં બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં પાણીનો વેડફાટ કરતાં તેમજ ગેરકાયદેસર કનેકશન ધરાવતાં લોકોને પાઈપલાઈનો દૂર કરવા મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. આ અંગે નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકાએ ગેરકાયદેસર પાણીના કનેક્શન ધરાવતા અને પાણીનો વેડફાટ કરતા રહીશો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કર્મચારીઓએ હાઇવે વિસ્તારની સોસાયટીયોમાં  ચેકિંગ કરી ગેરકાયદેસર
પાણીની પાઇપ ધરાવનારા ૨૦ રહીશોને પાઇપ દૂર કરવા  મૌખિક સૂચના આપી છે. જો આઠ દિવસમાં ગેરકાયદેસર પાઇપો નહિ હટાવે તો પાલિકા પાણીના કનેક્શન કાપી કડક કાર્યવાહી કરશે. પાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર પાણીના કનેક્શન ધરાવનારા રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.


Download Our B K News Today App



Related News