વિરમપુર પંથકમાં પાણી માટે ડુંગર ખુંદવા પડે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 10:46:31
  • Views : 510
  • Modified Date : 2019-05-05 10:46:31

ઉનાળાની કાળઝાળ ગરમીમાં માંલેતુજારો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ગરમીથી બચવા તંત્ર તેમજ હવામાન વિભાગ ઘરેથી બહાર નીકળવાનું ટાળો તેવી સલાહ લોકોને આપી રહ્યા છે. પરંતુ જો લોકો ઘરમાં ગરમીમાં બેસશે તો પાણી લાવશે કોણ તે એક પેચીદો પ્રશ્ન બની ગયો છે.આજે રાજ્યભરમાં પાણી પાણીના પોકારો સંભળાઈ રહ્યા છે. તો વળી તંત્ર અને સરકાર ઓફિસોમાં બેસી પાણી માટેની મીટિંગ કરી પ્રજાને આશ્વાસન આપી રહી છે. પરંતુ પ્રજા આશ્વાસન નહીં પાણી માંગે છે. આજે આપણે અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતા વિરમપુર પંથકની વાત કરી રહ્યા છીએ. જ્યાં કેટલાંક ગામોમાં હેન્ડપમ્પ છે. પરંતુ તળ ઉડા જતા રહ્યા હોવાથી લોકોને પાણીના એક માટલા માટે ત્રણ કિલોમીટર ડુંગર ખુદવો પડી રહ્યો છે. ઘોડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં ૨૦૦૦ ઉપરાંત આદિવાસી પ્રજા વસવાટ કરે છે પરંતુ પાણી ના હોવાથી મહિલાઓએ પાણી માટે સવારથી જ ત્રણ કિલોમીટર ડુંગર કાળઝાળ ગરમીમાં ખુદવા મજબૂર બની છે. જ્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારે જમવાના પાણી મેળવવા માટે ત્રણ કિલોમીટર ડુંગર ખુંદી એક માટલું પાણી લાવવુ પડે છે. જોકે ગામના આગેવાનો દ્વારા તંત્રનું ધ્યાન દોરવવા માં આવ્યું હોવા છતાં હજી સુધી કોઈ સગવડ કરાઈ નથી. પાણી નહીં મળે તો અમારે આગામી દિવસોમાં મરવાનો વારો આવશે. જોકે પાણી માટે જન આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


Download Our B K News Today App



Related News