પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ગટરના પાણીમાં રથ ફસાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 11:25:43
  • Views : 371
  • Modified Date : 2019-10-21 11:25:43

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં જૂની ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ છે. નવી ગટર લાઇન માટે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં રજૂઆતો કરી છે. જ્યાં કામ
પણ મંજુર થઈ ગયું છે.
જોકે, કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ કરવામાં આવતું નથી.
પરિણામે બ્લોક થઈ ગયેલ ગટરલાઇનના ચેમ્બર ઉભરાતાં ઢીંચણ સમા ગંદા પાણી માંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. આ ગટરલાઇનમાં લોકોએ સંડાસની લાઈન
આપી દીધેલ છે. જેથી ભયંકર રોગચાળો પ્રસરી જવાની દહેશત રહેલી છે. આવી સ્થિતિમાં રવિવારે એક શોભાયાત્રાનો રથ આ ગંદા
પાણીમાં ફસાઈ ગયો હતો. જેને લોકોએ મહા મુસીબતે બહાર કાઢ્યો હતો.

Download Our B K News Today App



Related News