ગઢ હાઈસ્કૂલમાં પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડાનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 07:20:52
  • Views : 496
  • Modified Date : 2019-04-12 07:20:52

ગઢ ખાતે આવેલી કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં થોડા દિવસ પહેલાં શેઠ સુરેશભાઈ પેથાણી પરિવાર તરફથી આપવામાં આવેલ કુંડા વિતરણના આયોજનથી પ્રભાવિત થઈ ગતરોજ શ્રી ગઢ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં જીવદયા પ્રેમી દાતા અને ગઢ કેળવણી મંડળના ઉપપ્રમુખ એવા શેઠ સેવંતિભાઈ સી. શાહ તરફથી એમના સ્વર્ગવાસ ધર્મપત્ન સ્વ. ભાનુબેન સેવંતિભાઈ શાહની યાદમાં ૫૦૦  પાણી માટેના કુંડા અને ૫૦૦  ચણ માટેના કુંડા આપવામાં આવ્યા હતા. જેનું કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલ, મંત્રી  
રૂપસિંહભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકુલના તમામ વિભાગના આચાર્યો અને સ્ટાફમિત્રોએ ખુબ સરસ આયોજન કર્યુ હતું.

 

Download Our B K News Today App



Related News