ઢીમા નજીક ઢેરીયાણા નજીક નવું બનેલ સાયફનની કામગીરીમાં ભ્રષ્ટાચાર ઃ પાણી છોડતાં જ કેનાલ તૂટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-19 11:43:57
  • Views : 480
  • Modified Date : 2020-07-19 11:43:57

સરહદી વાવ તાલુકામાં કેનાલોમાં પાણી છોડવાની સાથે જ ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વાવ તાલુકાની
ગંભીરપુરા માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતનું ખેતર જળબંબાકાર થઈ ગયું હતું. તો વળી સરહદી વાવ તાલુકામાં વરસાદ જાણે ખેડૂતોથી રીસામણાં કર્યા હોય તેમ અષાઢ મહિનો પૂરો થવા આવ્યો છે છતાં પણ વરસાદ નથી ત્યારે કેનાલોમાં પાણી છોડવાની સાથે જ ગાબડાઓ પડે છે.તો વળી હાલમાં નવીન બંધાયેલ સાયફનનું કામ ચાલી રહેલ છે. ત્યારે બે દિવસ અગાઉ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે પાણી છોડતાની સાથે જ નવીન સાયફન માટે નબળી કામગીરીને લઈને ૧૫ ફૂટનું ગાબડું પડ્યું હતું. ત્યારે સાયફનની કામગીરીમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. નવું બાંધકામ પણ સિમેન્ટ, કોક્રીટ સહિત જરૂરીયાત મુજબ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો વળી છ માસથી નવીન સાયફન
બાંધવાની કામગીરીઓ ચાલી રહી છે. છતાં પણ પૂર્ણ થતી નથી. ત્યારે આ કામગીરીઓ સત્વરે પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે વાવ તાલુકામાં કેનાલોમાં ગાબડાઓ પડવાથી ખેડૂતોને પાયમાલ કરે છે. અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાનું બિલ ચૂકવાય છે. એકની એક જગ્યાએ ગાબડાઓ પડવા છતાં પણ બિલો ચૂકવાય છે. કામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે સમીક્ષા કરીને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News