જિલ્લાના આતરિયાળ વિસ્તારમાં વોટર વ્હીલ સુવિધાથી પાણી ભરવાની સમસ્યા દૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 11:42:16
  • Views : 579
  • Modified Date : 2020-06-13 11:42:16

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોની સૌથી મોટી સમસ્યા પાણીની છે અને આ
પીવાનું પાણી દૂર દૂરથી માથે ઉપાડીને લાવવાના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે એક સામાજિક સંસ્થાએ આ માથે
ઉપાડીને પાણી લાવવાની રીતનો દેશી જુગાડ કરી કાયમી ઉકેલ લાવ્યો છે.
રણની કાંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની અછતનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી ગરીબ અને
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો આજે પણ કરી રહ્યા છે. ખાસ કરીને ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને
પીવાનું પાણી મેળવવા માટે
 બે-ત્રણ કિલોમીટર સુધી દૂર આમતેમ ભટકવા પડતું હોય છે અને તે પાણી પણ માથે ઉપાડીને લાવવું પડે છે. જેના કારણે અનેક મહિલાઓ માથે ઉપાડીને પાણી લાવવાના કારણે અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. રોજેરોજ માટલા અને ઘડામાં
પાણી ભરીને માથે ઉપાડવાના કારણે અનેક મહિલાઓ માથામાં ટાલ પડી જવી, વાળ ઉતરવા, માથાનો દુઃખાવો જેવી અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. ત્યારે આ સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે એક સામાજિક સંસ્થા આગળ આવી છે અને તેને દેશી જુગાડ કરી હેરાન થતી મહિલાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે. વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થા આવા વિચરતા લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે આ સંસ્થાના લોકોને આ વાત ધ્યાને આવી ત્યારે તેઓએ આ મહિલાઓની સમસ્યાના ઉકેલ માટે અભ્યાસ શરૂ કર્યો અને થોડા રિસર્ચ બાદ તેઓએ આવી મહિલાઓને વોટર વ્હીલ
આપવાનું નક્કી કરવામાં આવ્યું. વોટર વ્હીલ એટલે દેશી ભાષામાં કહી શકાય તો રગડતા માટલા. પ્લાસ્ટિકના આ વોટર વ્હીલથી મહિલાઓને પાણી માથે ઉપાડવાની સમસ્યામાંથી મુક્તિ મળી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવા વિચરતા લોકોની સંખ્યા પણ અંદાજે પાંચ હજારથી પણ વધુ હશે, આવા લોકો પાસે પોતાના સ્થાયી મકાન કે ધંધા રોજગાર ન હોવાના કારણે રોજીરોટી મેળવવા માટે ફરતા રહે છે અને જગ્યા બદલાતા તેઓને જીવન જરૂરી પાણી ભરવા માટે પણ દૂર દૂર સુધી જવું પડતું હોય છે અને મહિલાઓ દૂરથી પાણી માથે ઉપાડીને લાગવાના કારણે અનેક સમસ્યાઓથી પીડાતી હોય છે. પરંતુ હવે વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી મહિલાઓને પાણી માથે ઉપાડીને લાવવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી રહી છે. જેના કારણે મહિલાઓ પણ સંસ્થાનો આભાર માન્યો હતો.
 એક સામાન્ય આઈડિયા
પણ લોકોની જિંદગી બદલી નાખે છે. ત્યારે આ કહેવતને વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થા સાર્થક કરી રહી છે. આ સંસ્થા દ્વારા હાલમાં ૪૫ વોટર વ્હીલ આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં જરૂરિયાત મુજબ આવા વોટર વ્હીલ બનાવી વિચરતા લોકોને આપવામાં આવશે. ત્યારે આ સંસ્થાના આ અનોખા કાર્યથી મહિલાઓને રોજેરોજ પાણી માથે
ઉપાડવાની સમસ્યામાંથી કાયમી ઉકેલ મળી ગયો છે.

Download Our B K News Today App



Related News