પાણીમાં ગાંધીનગર.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:09:42
  • Views : 365
  • Modified Date : 2020-08-10 12:09:42

ગાંધીનગરમાં શનિવાર સાંજથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જે વરસાદ સતત રવિવાર સુધી પાટનગરમાં વરસ્યો હતો. સતત પડી રહેલા વરસાદમાં ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. તેમજ શહેરમાં ચાલી રહેલ સ્ટ્રોમ વોટરલાઇનની કામગીરીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પાટનગરના રહેવાસીઓ માટે તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક બાજુ સ્ટ્રોમ વોટરલાઇનની કામગીરી ચાલી રહી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરખું પુરાણ પણ કરવામાં આવતું નથી. જ્યારે બીજી બાજુ દે ઠોક વરસાદ આવતા રહીશો ત્રસ્ત થઇ ચુક્યા હતા. સમગ્ર પાટનગરમાં જ્યાં જ્યાં સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યાં નાના મોટાં તળાવો ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે સ્ટ્રોમ વોટરલાઇન એ ભવિષ્ય માટે પાણીની સમસ્યા દૂર ચોક્કસથી કરશે. પરંતુ હાલ પૂરતી તો રહીશોના આ વોટરલાઇન માથાના દુઃખાવા સમાન બની રહી છે. 

Download Our B K News Today App



Related News