ત્રણ દિવસ બાદ સાવર્ત્રિક વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 12:14:59
  • Views : 313
  • Modified Date : 2020-08-31 12:14:59

ત્રણ દિવસના વિરામ બાદ ફરી એક વાર સિસ્ટમ સક્રિય થતાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે વહેલી સવારથી જ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ થતાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં  વહેલી સવારથી ફરી એકવાર સાવર્ત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે ડીસા,પાલનપુર, અમીરગઢ, દિયોદર, વડગામ, દાંતા સહિત તમામ તાલુકાઓમાં ધીમીધારે સાવર્ત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે વડગામ અને દાંતા
પંથકમાં ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિવાય અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં પણ ભારે વરસાદના પગલે ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સાવર્ત્રિક વરસાદના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

Download Our B K News Today App



Related News