રાછેણા ગામે ત્રણ દિવસથી પાણી બંધ હોવાથી કલેકટરને કરાઈ રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 10:49:45
  • Views : 555
  • Modified Date : 2019-06-22 10:49:45

બનાસકાંઠા અને છેવાડાના વિસ્તારના રાછેણા ગામમાં ત્રણ દિવસથી પાણી બંધ હોવાથી કલેક્ટરને  રજૂઆત કરવામાં આવી છે.
વાવ તાલુકાના રાછેણા  ગામમાં પીવાનું પાણી ન આવતાં સરપંચ દ્વારા પાણી
પુરવઠામાં રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા અધિકારીએ ત્રણ દિવસમાં એક પણ વાર પાણીના ટેન્કર કે સંભાળ ન લેતા  રાછેણા ગામના લોકો મુસીબતનો સામનો કરી  રહ્યા છે. રાછેણાના ગામમાં ત્રણ દિવસમાં એક પણ વાર પાણીનું ટીપું ન આવતા રાછેણા  ગામના સરપંચ દ્વારા કલેકટર સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. રાછેણા ગામના તળાવો પણ ખારા પાણીના હોવાથી પશુઓ માટે પીવા લાયક નથી. ઊંઘમાંથી પાણી પુરવઠો ક્યારે જાગશે. રાછેણા ગામના સરપંચે  જણાવ્યું હતું કે પાણી પુરવઠામાં ત્રણ દિવસથી રજૂઆત કરવામાં આવે છે. કોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. છતાં પણ એક પણ વાર અમારી વાત પર ધ્યાન આપ્યુ નથી. રાછેણા ગામ પર પાણી પુરવઠાને કયો ગ્રહ નડે છે.

Download Our B K News Today App



Related News