વાવ-થરાદ-સુઈગામ પંથકની માઈનોર અને ડિસ્ટ્રી. કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:37:34
  • Views : 509
  • Modified Date : 2019-07-07 11:37:34

સરહદી વાવ થરાદ અને સુઈગામ પંથકની નર્મદા કેનાલોમાં અષાઢી બીજથી સિંચાઈનું પાણી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.ત્યારે વાવ તાલુકાની ચોથાનેસડા માઈનોર અને સુઈગામની બેણપ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું
પડ્‌યું હતું. ત્યારે કેનાલોમાં
પાણી ગાબડાંઓ પડવાથી કે
પાણી પત્રક ખેડૂતોએ નહિ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સત્ય શુ છે ? એ તો નર્મદા વિભાગના અધિકારીઓ જ જાણે. ત્યારે સત્વરે સરહદી વિસ્તારની કેનાલોમાં પાણી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજથી વાવ થરાદ અને સુઈગામ પંથકની માઈનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ત્યારે શુક્રવારે રાત્રે જ ઢીમા-સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ સહિત વાવ થરાદ અને સુઈગામ પંથકની કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને આગામી ટૂંક સમયમાં કેનાલોમાં પાણી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તેમજ થરાદ નર્મદા વિભાગની કચેરીએ ધરણા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે તેવું જણાવ્યું હતું. સરહદી વિસ્તારમાં મેઘરાજાએ મનમૂકીને નહિ વરસતા વાવણી લાયક વરસાદ પણ ઘણી જગ્યાએ નહિ હોવાથી ખેડૂતોમાં પણ કેનાલોમાં સિંચાઈનું પાણી ચાલુ થાય તો વળી ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે. પરંતુ એકબાજુએ કુદરત તો બીજી બાજુએ નર્મદા વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા વાવ થરાદ અને સુઈગામ પંથકની તમામ કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હોવાં છતાં પણ કેનાલોમાં પાણી ચાલુ કરવામાં નહિ આવતા ઉગ્ર રોષ ફેલાયો છે ત્યારે સત્વરે સિંચાઈનું પાણી ચાલુ કરવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News