ગઢ ખાતે ઠંડી છાશ અને પાણીની પરબ શરૂ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:50:29
  • Views : 905
  • Modified Date : 2019-04-23 05:50:29

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પ્રવાહીનુ સેવન  મોટીમાત્રામાં કરતા હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ઠેરઠેર ઠંડાપાણીની પરબો ચાલુ કરવામાં આવે છે અને લોકસેવાનો લાભ લે છે. ગઢ ખાતે છેલ્લા ૨૨ વર્ષથી ચાલતી સેવાકીય સંસ્થા રોટરી સેવાદળ દ્વારા પણ દર વર્ષ ઠંડાપાણીની પરબ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે રાયકાદાદા પરિવાર દ્વારા ઠંડી છાસનો સહયોગ આપતાં  ઠંડી છાસ અને રોટરી કલબ પાલનપુરના પ્રમુખ કલ્પેશભાઈ શાહ અને હિતેષભાઈ સોનીના સહયોગ ઠંડા મીનરલ વોટરની પરબ ગઢ પટેલ હાÂસ્પટલની નીચે કરવામાં આવી છે. જેથી સારવાર માટે આવતા લોકો અને ગઢ ખાતે રોજબરોજ અવરજવર કરતા લોકોને આ સેવાનો લાભ મળી રહે અને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે. આ કાર્યક્મમાં ડો. એલ. સી. પટેલ રોટરી સેવા દળ પ્રમુખ ગઢ, રૂપસિંહભાઈ ચૌહાણ પ્રોજેક્ટ ચેરમેન,  લક્ષમણભાઈ કણેર તેમજ સોળગામ લેઉઆ પટેલ સમુહલગ્ન સમિતિના મંત્રી એમ.એમ.મોગા હાજર રહીને પરબને ખુલ્લી મુકી હતી.

 

Download Our B K News Today App



Related News