અરવલ્લીની ગિરીમાળામાં બિરાજતા વિશ્વેશ્વર મહાદેવ, પ્રકૃતિનાં ખોળે પાંડવકાળનું ઐતિહાસિક મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 11:51:16
  • Views : 422
  • Modified Date : 2020-08-13 11:51:16

 અરવલ્લીની ગિરીમાળાઓ અને બનાસકાંઠા નદીને કાંઠે વિશ્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ પાંડવ કાલીન મંદિર શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ માસના દર સોમવારે અહીં મેળો ભરાય છે અને ગુજરાત ભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવનાં ચરણોમા શીશ નમાવી ધન્યતા અનુભવે છે.
બનાસકાંઠામાં પાંચ મહાદેવ છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં આ પાંચ મહાદેવના દર્શન કરવાથી ભક્તોનો બેડો પાર થઈ જાય છે. વિશ્વેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, બાલારામ મહાદેવ, બાજોઠિયા મહાદેવ અને કોટેશ્વર મહાદેવ જેમાં
પાંડવોએ અહીં ઇકબાલ ગઢ નજીક જંગલોમાં બનાસ નદીને કિનારે વિશ્વેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. વનવાસ દરમ્યાન પાંડવો વિશ્વેશ્વરનાં જંગલોમા રોકાયા હતા. અને મહાદેવની ભક્તિ કરી હતી.
જોકે હાલ જ્યાં વિશ્વેશ્વર મહાદેવનું સ્થાન છે, ત્યાં
પહેલા જંગલ હતું. બનાસ નદીનો કિનારો હતો અને આ જંગલમાં પાંડવોએ મહાદેવની સ્થાપના કરી હતી. જોકે સમય વિતતા ત્યાં એક પૂજારી આવ્યા અને આ પૂજારીએ એક નાના મંદિરમાંથી મોટું મંદિર બનાવ્યું અને ત્યારબાદ સમય જતાં આજુબાજુના લોકોની આસ્થા વધતી ગઈ. ધીરે ધીરે મંદિરે આવવા લાગ્યા અને તેમાંથી આજે વિશ્વેશ્વર મહાદેવ એક
પર્યટક ધામ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ વિશ્વેશ્વર મહાદેવના દર્શનાર્થે આવી અને ધન્યતા અનુભવે છે. વિશ્વેશ્વર મહાદેવમાં ધર્મશાળા ઉપરાંત કુદરતી સૌંદર્ય અને શ્રાવણ માસમાં વહેતી નદીએ સૌ ભક્તોનું અને પ્રવાસીઓનું
પણ ધ્યાન આકર્ષિત કરે છે.
પાંડવ કાલીન વિશ્વેશ્વર મહાદેવનું ખૂબ જ મહત્વ છે તેમાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો ઘસારો રહે છે શ્રાવણ માસના દર સોમવારે અહીં મેળો ભરાય છે. ઇકબાલગઢ પંથક સહિત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. બનાસ નદીના કાંઠે વસેલા વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવાથી ધન્યતા તો મળે છે પણ સાથે સાથે પ્રકૃતિ પણ મળે છે. વિશ્વેશ્વર મહાદેવની બાજુમાં વહેતી બનાસ નદીમાં લોકો શ્રાવણ માસમાં આવી અને નદીમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે. જોકે વિશ્વેશ્વર મહાદેવની ચારો તરફ પ્રકૃતિ છે પ્રાકૃતિક સૌંદર્ય છે અને આ સૌંદર્યને માણવા પ્રવાસીઓનો પણ ઘસારો રહે છે ભક્તો પણ આવી અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.
આ વિશ્વેશ્વર ધામને
પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની માંગ ઉઠી છે જો સરકાર આ મહાદેવના તરફ ધ્યાન નાંખે અને વિકસિત કરવામાં આવે તો ભક્તો તો દર્શન કરીને ધન્યતા અનુભવશે પરંતુ પ્રવાસીઓ માટે પણ એક સુંદર મજાનું પર્યટક સ્થળ બની રહેશે.

Download Our B K News Today App



Related News