અકસ્માતમાં બંને હાથ ગુમાવનાર પંચમહાલની સ્નેહા રાઠવાની હિંમતને દાદ દેવી પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:50:16
  • Views : 73
  • Modified Date : 2024-02-23 13:50:16

કહેવાય છે કે જેમની હસ્તરેખાઓ નથી હોતી. તેમના પણ નસીબ હોય છે..અને જો લક્ષ્યને પામવા માટે કંઇ પણ કરી છૂટવા માટેની તૈયારી હોય તો લક્ષ્ય પાર પડતાં સમય લાગતો નથી. જોમ અને જૂસ્સાનું આવું જ ઉદાહરણ જોવા મળ્યું વડોદરામાં કે જ્યાં બે હાથ ન હોવા છતાં પંચમહાલની સ્નેહા રાઠવા નામની યુવતી ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે તૈયારી કરી રહી છે. સ્નેહા રાઠવાએ અકસ્માતમાં બંન્ને હાથ ગુમાવી દીધા. જો કે હિમ્મત ન હારનાર સ્નેહાએ સામાન્ય બાળકો સાથે જ શિક્ષણ પૂર્ણ કર્યું. જે બાદ દિવ્યાંગો માટેની શાળામાં સ્નેહાએ હાઇસ્કુલનું શિક્ષણ પૂર્ણ કર્યું. સ્નેહા રાઠવા ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે તૈયારી કરી રહી છે. સ્નેહા પોતાના જેવા અનેક જરૂરતમંદ બાળકોની મદદ કરવા માગે છે. બન્ને હાથ ન હોવા છતાં સ્નેહાએ જાતે જ કલમ પકડી લખવામાં પારંગત થઇ ગઇ છે. હાલ સ્નેહા વડોદરાના ગુરુકુલમ નામની સંસ્થામાં અભ્યાસ કરી રહી છે. આ સંસ્થા સ્નેહા જેવા જૂસ્સાથી ભરેલા વિદ્યાર્થીઓને રહેવા સાથે શિક્ષણ માટે પણ સહયોગ કરે છે.આ બાબતે વિદ્યાર્થીની સ્નેહા રાઠવાએ જણાવ્યું હતું કે, એમ તો હું મારૂ કામ જાતે જ કરી લઉ છું. કેટલીક ચીજો હું કરી શકતી નથી. જેમાં તે લોકો મારી મદદ પણ કરે છે. તેમજ અહીંયાનાં શિક્ષકો ખૂબ જ સારા છે. તેમજ તેઓ અમને સારૂ માર્ગદર્શન પણ આપે છે. તેમજ અમારો શું નેગેટિવ પોઈન્ટ છે તે પણ કહે છે. તેમજ તેઓ અમને કેરિયર વિશે પણ માર્ગદર્શન આપે છે.આ બાબતે વડોદરાનાં શિક્ષકે જણાવ્યું હતું કે, અમારો આ જે ઉદ્દેશ્ય છે.  એ ઉદ્દેશ એક સેવા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે કે આ દેશને જે ચલાવે છે તે બ્યુરોક્રેટસ ચલાવે છે. બાળક ગરીબ પરિવારમાંથી આવી રહ્યો છે પણ તે હોશિયાર છે. તેમજ તે બાળક આગળ આવે. અને બીજી જે બ્યુરોક્રેટ્સ છે તે બ્યુરોકેટ્સની અંદર સમાજ અને દેશ પ્રત્યે લાગણીની ભાવના હોવી જોઈએ. 

Download Our B K News Today App



Related News