૨૫૦૦ લોકોને બે ટંકનું જમવાનું પુરૂ પાડતું પંચદેવ યુવક મંડળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 12:05:36
  • Views : 415
  • Modified Date : 2020-03-29 12:05:36

કોરોના વાયરસને કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે  ત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી રોજી રોટી માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં
પણ તમામ રોજગાર બંધ થવાને કારણે લોકોને ચાલતા રાજસ્થાન જવા માટે મજબૂર બન્યા છે. થોડા દિવસ તો આ શ્રમજીઓ રોડ દ્વારા ચાલતા જઈ રહ્યા હતા પરતુ ગતરોજ જોવા મળેલા કિસ્સામાં આ લોકો સાબરમતી નદીને કિનારે કિનારેથી જતા જોવા મળ્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રાજ્ય સરકારે પોતાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બંધ કરી  જ્યારે ખાનગી બસ સર્વિસ
પણ બંધ કરવામાં આવી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકોને ચાલતા રાજસ્થાન જવાનો વારો આવ્યો છે. ત્યારે અમુક કિસ્સામાં સરકાર દ્વારા આ
પરિવારોને બસની સુવિધા કરાવી તેમના વતન સુધી
પહોંચાડવાની કામગીરી ચાલુ છે. ત્યારે ચાલીને જતા તમામ પરિવારોને રોજ બે ટંકનું જમવાનું પંચદેવ યુવક મંડળ દ્વારા પુરૂ પાડવામાં આવે છે. આ અંગે પંચદેવ યુવક મંડળના રજની શર્મા, અખિલેશ પુરોહિત, રીતેશ નાયક, રવિ રાવલ, મનીષ મકવાણા અને અન્ય મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે, અમારા મંડળ દ્વારા સ્થાનિક ગરીબ પરિવારો તથા ચાલતા પોતાના વતન જતા શ્રમિક
પરિવારોને રોજ બે ટાઈમના ભોજનની સુવિધા કરવામાં આવી છે. આ સુવિધામાં વધુ મદદ સ્થાનિક રહિશો અને
વેપારી મિત્રો દ્વારા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગાંધીનગરના મેયર દ્વારા જમવા બનાવવા માટે સેક્ટર-૨૨ ના રંગમંચની પણ ફાળવણી કરી
આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News