બનાસકાંઠા વીસીઈ મંડળ દ્વારા લેવાયો ખેડૂતોના હિતમાં ર્નિણય બનાસકાંઠાની તમામ ગ્રામ પંચાયતોમાં શરૂ કરશે મગફળી નોંધણીની કામગીરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 11:08:41
  • Views : 596
  • Modified Date : 2020-10-07 11:08:41

સમગ્ર ગુજરાતમાં
ગ્રામપંચાયત કોમ્યુટર
ઓપરેટરોની પોતાની માંગણીઓને લઈને ગ્રામ
પંચાયતની કામગીરીથી અળગા રહી અને સરકાર સામે બાંયો ચઢાવી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. ત્યારે એક બાજુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાતા ખેડૂતો મગફળી નોંધણી કરાવવા માટે ગ્રામપંચાયતો ખાતે ઉમટી પડ્યા હતા. પરંતુ નોંધણી પ્રકિયા બંધ હોવાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠા વીસીઈ મંડળ દ્વારા ખેડૂતોના હિતને લઈને
મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે.
આજથી જિલ્લાના ૮૪૦ ગામોમાં ૬૩૫ વીસીઈ કર્મીઓ ફરજ પર કાર્યરત થઈને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો હલ લાવવાની તૈયારી દર્શાવી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા વીસીઈ મંડળના પ્રમુખ રામસિંહ સોલંકીએ મીડીયામાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખાનગી સાયબર કાફે અને ઝેરોક્ષવાળાઓના ત્યાં જઈ મગફળી નોંધણી માટે રકમ ચુકવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના હિત માટે અમારા જિલ્લા વીસીઈ મંડળ દ્વારા
મહત્વપૂર્ણ ર્નિણય લઈને જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં મગફળી નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરંતુ અમારી જે માગણીઓ છે તે સરકાર સામે ચાલુ રહેશે. સરકાર દ્વારા અમારી માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી અમારૂ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે.

Download Our B K News Today App



Related News