સ્વચ્છ ભારત અભિયાનની વાતો યાત્રાધામ ઢીમામાં જાહેર શૌચાલયની પંચાયત પાસે જમીન નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 11:46:32
  • Views : 436
  • Modified Date : 2019-09-24 11:46:32

સરહદી વિસ્તારમાં આવેલ પવિત્ર યાત્રાધામ ઢીમા જિલ્લાનું બીજા નંબરનું મુખ્ય યાત્રાધામ ગણાય છે. તો વળી અહીંયા દર પૂનમે પાંચ દિવસીય લોકમેળો ભરાય છે. લાખ્ખો શ્રદ્ધાળુઓ શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્ય બને છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘરે ઘરે અને ગામમાં જાહેર શૌચાલય બનાવવાની મુહિમ ચલાવી રહી છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ ઢીમામાં તો દિવા તળે અંધારું હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે બી.કે. ન્યૂઝ દૈનિકને મળતી માહિતી મુજબ યાત્રાધામ ઢીમાની ગ્રામપંચાયત પાસે જાહેર શૌચાલય માટેની જમીન જ નથી તો ક્યાંથી બનશે જાહેર શૌચાલય. તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યુ છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ ઢીમામાં લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે મહિલાઓ તો જાહેર શૌચાલયના અભાવે શરમીદંગી અનુભવે છે.
ત્યારે ભાજપના નીડર અને મહિલા સરપંચ રાજ્ય સરકારની લાખ્ખો રૂપિયાની ગ્રાંટને સત્વરે જમીન ફાળવી સરકારી ગ્રાંટનો સદઉપયોગ થાય તે જરૂરી છે. તો વળી મહિલા સરપંચ પોતે મહિલા હોવાથી યાત્રાધામ ઢીમામાં જાહેર શૌચાલય નહિ હોવાથી અહીં આવતાં લાખ્ખો શ્રદ્ધાળુઓને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે તે સારી રીતે સમજતા હશે. ત્યારે યાત્રાધામ ઢીમાની ગ્રામપંચાયત દ્વારા સત્વરે જમીન ફાળવી જાહેર શૌચાલય અને સ્નાન ઘર બનાવવાની ઉગ્ર માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News