વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઇ શકે તે માટે વિશ્વકર્મા જયંતીને જાહેર રજાની માન્યતા આપવા પંચાલ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:03:06
  • Views : 295
  • Modified Date : 2020-12-23 12:03:06

બનાસકાંઠા જિલ્લાના
પાલનપુરના પંચાલ યુવા સંગઠનના હોદ્દેદારોએ મહા સુદ તેરસના દિવસે મનાવાતી શ્રી વિશ્વકર્મા ભગવાનની ‘વિશ્વકર્મા જયંતી'ના દિવસને ઓફિસિયલ રજા તરીકે જાહેર કરવા માટે સરકારને વિનંતી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીમાં પાઠવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત દેશમાં અને વિવિધ રાજ્યોમાં અનેક વાર -તહેવારો અને વિવિધ જયંતિ ઉપર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. એમ એન્જિનિયરિંગ અને વાસ્તુ કલાના દેવતા શ્રી વિશ્વકર્મા ભગવાનની ‘વિશ્વકર્મા જયંતી' (મહા સુદ તેરસ)ના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે. જેમાં વિશ્વકર્મા સમાજ અને નાના મોટા ઉદ્યોગ સાથે જાેડાયેલો મોટો વર્ગ આ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. પરંતુ વિશ્વકર્મા જયંતીની જાહેર રજાના હોવાના કારણે બેન્કિંગ, સરકારી કચેરી, કારખાના  ના નાના-મોટા ઉદ્યોગોમાં કામ કરતો બહુ મોટો નોકરિયાત અને ધંધાદારી વર્ગ આ વિશેષ
પૂજા -અર્ચનાથી વંચિત રહી જાય છે. જેથી ગુજરાત રાજ્યમાં વિશ્વકર્મા જયંતીને ઓફિસિયલ રજા મંજૂર કરી માન્યતા
આપવામાં આવે. જેથી વિશ્વકર્મા સમાજ (મિસ્ત્રી, પંચાલ,
પ્રજાપતિ, કડિયા, લુહાર, સુથાર, સોની, સોમપુરા) અને નાના મોટા ઉદ્યોગ સાથે જાેડાયેલા ઘણા મોટા વર્ગના ભાઈઓ અને બહેનો વિશ્વકર્મા જયંતિની વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિશ્વકર્મા જયંતીની જાહેર રજાનું અમલીકરણ શક્ય તેટલું તાત્કાલીક કરવામાં આવે તે માટે બનાસકાંઠાના
પાલનપુરના પંચાલ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપતા સમયે બનાસકાંઠા પંચાલ યુવા સંગઠનના પ્રમુખ પ્રમીતભાઈ
પંચાલ, કારોબારી સભ્યો અક્ષયભાઈ પંચાલ, યોગેશભાઈ પંચાલ, દિનેશભાઈ પંચાલ, જયેશભાઈ પંચાલ, હિતેશભાઈ પંચાલ, નીતીનભાઇ પંચાલ, રાકેશભાઈ પંચાલ, આશિષભાઈ પંચાલ, શૈલેષભાઈ પંચાલ અને અરવિંદભાઇ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News