ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે વિદેશી ક્રિકેટર દ્વારા પાંચ દિવસીય કોચિંગ કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:04:43
  • Views : 485
  • Modified Date : 2019-04-28 12:04:43

ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. ત્યારે ડીસામાં અત્યારે બળબળતી ગરમીમાં પણ ઉગતા ક્રિકેટરોને ક્રિકેટની તાલીમ
આપવા માટે છેક ઓસ્ટ્રેલિયાથી શેનન યંગ ડીસા આવ્યા હતા.  ડીસાની અંગ દઝાડતી ગરમીમાં પણ ક્રિકેટની તાલીમ આપી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ક્રિકેટનો ક્રેઝ કેટલો છે તે આ દ્રશ્યો પરથી સમજાઈ શકે છે. ૪૩ ડિગ્રી ગરમીમાં પણ ડીસામાં ક્રિકેટરો સિઝન ક્રિકેટની તાલીમ મેળવીને પરસેવો પાડી રહ્યા છે. ડીસાના આ ક્રિકેટરોના જનૂનને લઈ જી.ફોર્સ ક્લબ દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ડીસાના ક્રિકેટરોની ક્રિકેટ પ્રત્યેની ભૂખ સંતોષવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેનન યંગને તાલીમ આપવા માટે મોકલવામાં આવે છે અને તેના માટે ક્રિકેટરો માટે એક રૂપિયાનો પણ ચાર્જ લેવામાં આવતો નથી. પાંચ દિવસની આ તાલીમ દરમ્યાન લગભગ ૧૦૦થી વધુ ક્રિકેટરોએ ડીસાના ન્યુ ટીસીડી મેદાન પર ટર્ફ વિકેટ પર તાલીમ  મેળવે છે. ત્યારે ભારતના અને ખાસ કરીને ડીસાના ક્રિકેટરોએ વિશે શેનન યંગ પ્રભાવિત થઈ ગયા હતા.
ડીસામાં જી.ફોર્સના માધ્યમથી એક રૂપિયાના ચાર્જ વગર ડીસાના ઉગતા ક્રિકેટરોને તાલીમ આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડનાર ન્યુ ટીસીડી મેદાનના કોચ વિપુલ આલે જણાવ્યુ હતું કે જી.ફોર્સ દ્વારા જે ડીસાના બાળકો માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ડીસા માટે ખુશનસીબ વાત છે.  ડીસાના ઉગતા ક્રિકેટરોને સારી એવી ક્રિકેટની તાલીમ મળી રહે છે. આ પ્રસંગે ડીસા ટી સી.ડી.ના પ્રમુખ છબીલ સોનેથા, મંત્રી સતીષ બનાવાલા, કોચ વિપુલ આલ, એન.આઈ. એસ. કોચ શૈલેષ મકવાણા (ગાંગુલી) સહિત ખેલાડીઓ હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News