બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી સુજલામ્‌- સુફલામ્‌ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે રામધૂન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 11:23:11
  • Views : 321
  • Modified Date : 2020-12-26 11:23:11

બનાસકાંઠા જિલ્લામાં લાખણી ખાતે  ફરી એકવાર ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં લાખણી તાલુકાના ખેડૂતો કેનાલ પર જઈ રામધૂન વગાડી સરકાર સામે વિરોધ દર્શાવતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી.
સરહદી વિસ્તારમાં ખેડૂતોને ખેતી કરવા અને લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદાની સુજલામ સુફલામ શહેરની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ નહેરના પાણી  છેવાડાના માનવી સુધી પાણી ના
પહોંચતા હાલ સરહદી વિસ્તારના ખેડૂતોને પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ લાખણી તાલુકામાં  નર્મદાની કેનાલમાં પાણી ના આવતા આજુબાજુના વિસ્તારોના ખેડૂતો મોટી સંખ્યામાં પાણી વગર હાલાકી ભોગવી રહ્યા છે. અનેકવાર ખેડૂતો પાણી માટે રજૂઆત કરવામાં પણ આવી છે.  કેનાલ બનાવ્યા બાદ અત્યાર સુધી માત્ર પાંચ વખત ખેડૂતોને  
પાણી આપવામાં આવ્યું છે. વળી મોટા ભાગના તાલુકાઓમાં પાણીના તળ ઉંડા જતા ખેતીમાં સિંચાઇ માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેવામાં અહીંના ખેડૂતોએ વારંવાર સરકારમાં રજૂઆત કરી સુજલામ સુફલામ કેનાલ મારફતે ખેડૂતોને પાણી મળે તે માટે માંગણી કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા આ બાબતે કોઈ જ વિચાર કરવામાં ન આવતા અને કેનાલમાં પાણી ન નાંખતા કંટાળેલા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. લાખણી તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો કોરીકટ પડેલી કેનાલમાં જઈ રામધૂન બોલાવી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
ખેડૂતોની માંગણી છે કે આ વિસ્તારમાં દિવસેને દિવસે
પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે, અહીં લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી હોવા છતાં પણ અનેક ખેડૂતોના ખેતરો પાણી વગર કોરાકટ પડ્યા છે ત્યારે આ કેનાલ મારફતે પાણી મળે તો ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે અને તેમની જીવનધોરણ
પણ સુધરી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News