ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-18 13:22:36
  • Views : 3031
  • Modified Date : 2020-05-18 14:01:07

કેટલાક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે


આજ રોજથી લોકડાઉન 4.0 દેશભરમાં લાગુ કરવામાં આવ્યું  છે. તેવામાં રૂપાણી સરકારે રાજ્યમાં પાનના ગલ્લા અને તમાકુ વેચવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સરકારે  નિયમોને આધીન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાંક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરવાની મંજૂરી આપી તેવી શક્યતાઓ સેવાઇ રહી છે 


છેલ્લા કેટલાક સમયથી પાનના ગલ્લા ખોલવા દેવા કે ન ખોલવા દેવા તે અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે આજે પાનના ગલ્લા ખોલવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્યમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પાન પાર્લર ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે આરોગ્ય વિભાગના પરામર્શ બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ સાથે જ જાહેરમાં તમાકુનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કેટલાક નિયમોને આધીન આ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News