પાકની સેકન્ડ ગ્રેડ એક્ટ્રેસ રાબીએ પાલતુ સાપો સાથે વીડિયો બનાવીને કહ્યું, મોદીને ડંખ મરાવીશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 14:16:17
  • Views : 582
  • Modified Date : 2019-09-07 14:16:17

ઈસ્લામાબાદઃ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનના રાજકારણીઓ તથા કલાકારો સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યાં છે. વીણા મલિક, મહેવિશ હયાત બાદ હવે સિંગર-એક્ટ્રેસ રાબી પીરઝાદાએ યુ-ટ્યૂબ પર વીડિયો રિલીઝ કરીને પીએમ મોદીને સાપ તથા મગરની ગિફ્ટ આપીને ડંખ મારવાની વાત કરી છે. આ ઉપરાંત તેણે ધમકી આપે છે કે નરકમાં જવા માટે તૈયાર થઈ જાઓ.

સેકન્ડ ગ્રેટ એક્ટ્રેસ
રાબી પીરઝાદા પાકિસ્તાનની સેકન્ડ ગ્રેડ એક્ટ્રેસ છે. તે પોતાની ગંદી એક્ટિંગ તથા ગીતો માટે જાણીતી છે. વીડિયોમાં તે પાલતુ સાપ, અજગર તથા મગર સાથે જોવા મળે છે. પાકિસ્તાનીઓ રાબીની આ હરકતની પ્રશંસા કરી રહ્યાં છો તો ભારતીયો તેને ટ્રોલ કરી રહ્યાં છે.

રાબીએ પોતાને કાશ્મીરી ગણાવી
વીડિયોમાં રાબી પોતાને કાશ્મીરી યુવતી ગણાવે છે. રાબી કહે છે કે એક કાશ્મીરી યુવતી, જે પોતાના સાપો સાથે તૈયાર છે. ભારત તારા માટે. આ તમામ ગિફ્ટ્સ મોદી માટે છે. મોદી, તું કાશ્મીરીઓને હેરાન કરે છે ને, તો જુઓ મેં તારા માટે શું તૈયાર કર્યું છે. નરકમાં મરવા માટે તૈયાર રહો. ત્યારબાદ રાબી ગીત ગાતા કહે છે, હમ દર્દ કે મારો સે કાશ્મીર ના છીનો, એ જાલિમ જન્નત કી તસવીર ના છીનો

Download Our B K News Today App



Related News