પાલનપુરમાં ટ્રકની નીચે કચડાઇ જતાં યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 12:10:16
  • Views : 634
  • Modified Date : 2019-07-27 12:10:16

પાલનપુર એરોમા સર્કલ નજીક શુક્રવારે પગપાળા જતા એક યુવકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. જેના ઉપરથી ટ્રકના ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. યુવક પાલનપુર તાલુકાના મજાદર ગામનો હોવાની ઓળખ થવા પામી હતી. જેના મૃતદેહનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતુ. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણજાર લાગી છે. છેલ્લા પંદર દિવસમાં જ જુદાજુદા સ્થળોએ છ વ્યકિતઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. દરમિયાન શુક્રવારે પાલનપુર એરોમા સર્કલ નજીક ટ્રકની અડફેટે એક યુવકનું મોત નિપજ્યું હતુ. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ એરોમા સર્કલે પગપાળા પસાર થઇ રહેલા યુવકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકના ટાયર ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. દરમિયાન દોડી આવેલી પોલીસે મૃતક યુવકની ઓળખ પ્રસ્થાપિત કરતાં તે વડગામ તાલુકાના મજાદર ગામના માધાભાઇ હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યાંથી યુવકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઇ પીએમ કરાયું હતુ.


Download Our B K News Today App



Related News