પાલનપુરમાં બે દિવસ અગાઉ થયેલ હત્યાના બે આરોપી ઝડપી પાડતી પાલનપુર પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 18:27:38
  • Views : 1077
  • Modified Date : 2020-06-15 18:27:38

પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક બે દિવસ અગાઉ વહેલી સવારે એક યુવક લોહીલુહાણ માં હાલતમાં પડયો હોવાની માહિતી મળતા જ પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા યુવકને માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરાઈ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી મૃતક ના પરિવાર ની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસ કરતાં જ મૃતક યુવક મહેશ  તરાલ હોવાનું જાણવા મળતાં પોલીસે લાશ ને તેના પરિવારને ને સોંપી હતી. અને આ હત્યા કેમ કરાઇ અને કોણે કરી તે મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી. સતત બે દિવસ સુધી તપાસ કરતા હત્યા થયેલ સ્થળ ની આજુબાજુના લોકોની પૂછપરછ કરતા પોલીસે બે શંકાસ્પદ શખ્સની અટકાયત કરી હતી. દરમ્યાન બંને યુવકોએ પોલીસની ઊલટ તપાસ માં પડી ભાંગ્યા હતા અને લઘુશંકા કરવા માટે આવેલા મહેશ સાથે બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન જ ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ મહેશ ને માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે  હત્યારા રોહિત ઉર્ફે કાળુ ડાભી અને ભીમા સલાટ ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News