પાલનપુર નજીક બોલેરો અને કાર વચ્ચે અકસ્માતમાં શિક્ષિકાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-02 13:11:51
  • Views : 401
  • Modified Date : 2019-08-02 13:11:51

પાલનપુર ડીસા હાઇવે ઉપર કુશકલ ગામના પાટિયા પાસે ગુરૂવારે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૫ શિક્ષકો તેમજ બોલેરોમાં સવાર ૩ વ્યક્તિઓને ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પાલનપુર ડીસા હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, દાંતીવાડા તાલુકાની રામસણ પ્રાથમિક શાળા અને ડાંગીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો ગુરૂવારે સ્કૂલે જઈ રહ્યા હતા. તે દરમિયાન કુશકલ ગામના પાટિયા પાસે બોલેરો અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડાંગીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા મૂળ ભિલોડા અને હાલ પાલનપુર રહેતાં શારદાબેન શંકરભાઇ ખરાડી (ઉ.વ.૪૭) નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૫ શિક્ષકો શંકરભાઇ ખરાડી, નીતાબેન પટેલ, ભારતીબેન ચૌધરી, જયશ્રીબેન મોદી, જાગૃતિબેન પટેલ  (તમામ રહે. પાલનપુર) તેમજ બોલેરોમાં સવારવિહાભાઇ શીવાભાઇ ચૌધરી, ચેલાભાઇ દેવશીભાઇ ચૌધરી, શીવાભાઇ ભાણાભાઈ ચૌધરી, (રહે. ગાંગોલ તા. દિયોદર) ને ઈજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  



Download Our B K News Today App



Related News