પાલનપુર મહેસુલી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:02:14
  • Views : 389
  • Modified Date : 2019-08-20 12:02:14

પાલનપુર મહેસુલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા બાદ ગતરોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતા માંગણી નહી સંતોષાય તો જુદા-જુદા કાર્યક્રમો કરી વિરોધ દર્શાવવામાં આવશે.ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહા મંડળના આદેશથી પાલનપુર મહેસુલી કર્મચારીઓ દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી પોતાના પડતર પશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓના પ્રશ્નોનો કોઇ નિકાલ ન આવતા કલેક્ટર કચેરી બહાર એક દિવસના ધરણા કરી સરકાર સામે બાયો ચડાવવામાં આવી હતી. ત્યારબાદ ગતરોજ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાં જો આગામી દિવસોમાં મહેસુલી કર્મચારીના પ્રશ્નોનો કોઇ ઉકેલ નહી આવે તો મહામંડળના આદેશ મુજબના કાર્યક્રમો કરી વિરોધ નોંધાવવામાં આવશે.


Download Our B K News Today App



Related News