પાલનપુર રેલવે એમ્પલોઇઝ યુનિયનનું ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 12:33:48
  • Views : 634
  • Modified Date : 2019-07-02 12:33:48

મોદી સરકાર એક પછી એક જાહેર સાહસોનું ખાનગીકરણ કરી રહી છે. ત્યારે રેલવેના ખાનગીકરણની હિલચાલ સામે રેલકર્મીઓએ અવાજ ઉઠાવ્યો છે. ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના આદેશ અન્વયે સોમવારે પાલનપુર ખાતે રેલકર્મીઓએ વિરોધ પ્રદર્શન કરી રેલવે ના ખાનગીકરણ સામે વિરોધ પ્રગટ કર્યો હતો.ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના આહ્વાન પર સોમવારે પાલનપુર ખાતે પણ રેલવેના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વેસ્ટરન રેલવે એમ્પલોઇઝ યુનિયન અમદાવાદના જનરલ સેક્રેટરી બી.પી.ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં રેલકર્મીઓએ રેલવેના ખાનગીકરણની મોદી સરકારની હિલચાલ સામે વિરોધ જતાવતા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રેલવેના તમામ વિભાગના કર્મચારીઓએ જોડાઈ એક જ સુરે રેલવેના ખાનગીકરણનો વિરોધ વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News