પાલનપુર બસ સ્ટેન્ડમાંથી મોબાઇલ ચોર ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:22:24
  • Views : 743
  • Modified Date : 2019-08-24 15:22:24

પાલનપુર ખાતે કોલેજ નજીક નવું બસ સ્ટેન્ડ આકારપામી રહ્યુ છે. શહેર વચ્ચે આવેલું જુનુ બસ સ્ટેન્ડ પણ તોડી પાડી કામ ચલાઉ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં શુક્રવારે એક મોબાઇલ ચોરને મુસાફરોએ ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો.પાલનપુરમાં જુનુ બસસ્ટેન્ડ તોડી પાડી કામ ચલાઉ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં શાળા- કોલેજોમાં અભ્યાસ કરતાં છાત્રો તેમજ મુસાફરોની નજર ચૂકવી તેમના મોબાઇલ – પાકીટનીઉઠાંતરી કરતી ટોળકી સક્રીય થઇ છે. અગાઉ પણ અહિંથી મોબાઇલ- પાકીટની ચોરીઓ થઇ હોવાની ઘટનાઓ નોંધાઇ છે. દરમિયાન શુક્રવારે બસ સ્ટેન્ડમાંથી એક મોબાઇલ ચોરને મુસાફરોએ ઝડપી લીધો હતો. જ્યાં લોકોનું ટોળુ એકત્ર થઇ ગયુ હતુ. આ અંગે પોલીસને જાણ કરી આ શખ્સને તેમને સોંપવામાં આવ્યો હતો. 


Download Our B K News Today App



Related News