૧૧ માસનો બાળક કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-02 15:36:50
  • Views : 647
  • Modified Date : 2020-06-02 15:36:50

૧૧ માસનો બાળક કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયો

બનાસ મેડિકલ કોલેજ કોવિડ હોસ્પિટલમાં કોરોના 

પોઝીટીવ બાળ દર્દીઓ માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે. ૧૧ મહિનાના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. ડીસાથી તેને સારવાર અર્થે બનાસ મેડિકલ કોલેજની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેને મેડિકલ કોલેજના બાળરોગ નિષ્ણાત ડો. અજીત શ્રીવાસ્તવ અને તેમની ટીમ દ્વારા દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે ઉપરાંત તેના શરીરમાં લોહીપણ ઓછું હતું. લોહી આપવા સાથે લોહીના પ્લેટલેટ અને અલ્બુમીન પ્રોટીન પણ આપવા પડ્‌યા હતા. કીડની કામ ન કરતી હોવાથી તેને લગતી ઘનિષ્ટ સારવાર કરવામાં આવી હતી. લીવર માટે પણ સારવાર આપવી પડી હતી. કોવિડ ન્યુમોનિઆની સારવાર તો ચાલુ જ હતી. દર્દી જરૂરિયાતમંદ પરિવારમાંથી હોવાથી દવાઓ અને લોહી બધી વ્યવસ્થાઓ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી. ડોકટર તેમજ સ્ટાફ દ્વારા જાણે કે પોતાનું જ સ્વજન બાળક હોય તેવી રીતે સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવી હતી. છેવટે અથાગ મહેનત રંગ લાવી, બાળકનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરવા લાગ્યું. તેનો કોરોના રિપોર્ટ પણ નેગિટિવ આવ્યો. જે બાદ તેને રજા આપવામાં આવી છે. બનાસ મેડિકલ કાલેજ કોવિડ હોસ્પિટલની ટીમ દરેક કોરોના પોઝીટીવ દર્દીનું જીવન બચાવવા માટે ખુબ જ પરિશ્રમ કરે છે. કોરોના મહામારી સમયે બનાસકાંઠા માટે અને તેમાં પણ ખાસ કરીને ગરીબ વર્ગ માટે તો આ હોસ્પિટલ રણમાં જાણે કે વિરડી સમાન બની છે. સ્વ. ગલબાકાકાના સ્વપ્નને તો બનાસ ડેરી ચરિતાર્થ કરે છે.પરંતુ ડેરી સંચાલિત મેડિકલ કોલેજ સ્વ. ગલબાકાકાને કે જેઓનું અકાળ અવસાન અહીં થયું હતું. તેઓને એક એક દર્દીની સારવારરૂપે સાચી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.


Download Our B K News Today App



Related News