કાંકરેજની ૧૪-માંડલા તાલુકા પંચાયત અને થરા નગર પાલિકામાં પેટાચૂંટણી યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:28:15
  • Views : 311
  • Modified Date : 2021-03-01 11:28:15

નગરપાલિકાની પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન હાથ ધરાયુ હતંુ. આ સીટમાં સદસ્ય અગરબેન ઓખાભાઈ દેસાઈનંુ નિધન થતાં આ બેઠક ખાલી
પડી હતી. ત્યારે માંડલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે દેસાઈ વિજયાબેન દેવકરણભાઈને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે ભાજપે ચૌધરી અલકાબેન રમેશભાઈને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.  
થરા નગર પાલિકાની  વોર્ડ નંબર ૧ ની ૨ સીટ માટે પેટા ચૂંટણીમાં પ્રજાપતિ રસીકભાઈ ગોરધનભાઈ, જુબેદાબેન યુસુફભાઈ મેમણને ભાજપે ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. જયારે કોંેગ્રેસે પ્રજાપતિ વિપુલભાઈ દેવચંદભાઈ અને મેમણ તસ્લિમાબેન મહમદહનીફને ઉમેદવાર ઉભા રાખ્યા હતા. થરા
નગરપાલિકાની પેટાચૂંટણીમાં કુલ ૩ બુથના ૨૩૨૧ મતદારોને મતદાન કરવા માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં સવારના ૭ વાગ્યાથી ૨.૩૦ વાગ્યા દરમ્યાન કુલ ૧૧૭૭ મતદારોએ કુલ ૫૦.૭૧% મતદાન કર્યુ હતંુ. જ્યારે માંડલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં સવારના ૭ વાગ્યાથી ૩ વાગ્યા દરમ્યાન કુલ માંડલામાં ૩ બુથમાં કુલ ૧૫૩૩ મતદારોએ ૫૪.૪૭%, જાખેલમાં ૨ બુથમાં કુલ ૭૭૦ મતદારોએ ૫૦.૩૨ %, જાેટાડામાં ૧ બુથમાં કુલ ૪૩૧ મતદારોએ ૮૭.૨૪%  જયારે નેકારીયામાં ૧ બુથમાં ૫૨૦ મતદારોએ ૪૮.૮૭%  જેટલુ મતદાન કર્યુ હતંુ. આ ચૂંટણીમાં થરા તેમજ માંડલાની પેટાચૂંટણીમાં વહીવટીતંત્ર
ખડેપગે રહેલ. જેમાં કાંકરેજ તાલુકામા થરા નગરપાલિકા વોર્ડ નં-૧ ની બે સીટો માટે તેમજ માંડલા તાલુકા પંચાયતની સીટ માટે કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે નાયબ ડી.ડી.ઓ. એ.જે.દેસાઈ,  ડી.વાય.એસ.પી., એસ.સી.એસ.ટી.સેલ થરાદ ડી.ટી.ગોહિલ મદદનિશ ચૂંટણી અધિકારી, કાંકરેજ મામલતદાર મંજુલાબેન ટી.રાજપુત, કાંકરેજ ટી.ડી.ઓ. રમીલાબેન પરમાર, મદદનિશ ટી.ડી.ઓ. અનિલભાઈ ત્રિવેદી, થરા
પી.એસ.આઈ. એમ.બી. દેવડા, થરા પોલીસ સ્ટાફ, એસ.આર.પી.અને જી.આર.ડી.જવાનોએ ખડેપગે રહી ફરજ અદા કરી હતી.

Download Our B K News Today App



Related News