પાલનપુરમાં બાકીદારો સામે પાલિકાની લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:23:55
  • Views : 274
  • Modified Date : 2021-03-09 10:23:55

પાલનપુર શહેરમાં
નગરપાલિકાએ બાકીદારો સામે લાલ આંખ કરી છે. શહેરમાં આવેલી બાકીદારોની ૨૯ જેટલી દુકાનો સીલ કરાઇ હતી. નગરપાલિકાની કડક કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.
પાલનપુરમાં કોમર્શિયલ મિલકત ધરાવતા કેટલાક લોકો છેલ્લા ઘણા સમયથી વેરો ભરતા ન હતાં જે મામલે
નગરપાલિકાએ આવા રીઢા
 બાકીદારોને વારંવાર નોટિસ આપી હતી. તેમ છતાં પણ
 બાકીદારોએ ન તો નોટિસનો જવાબ આપ્યો કે નથી બાકી વેરો જમા કરાવ્યો. જેથી કંટાળેલા નગરપાલિકાના સત્તાધીશોએ છેલ્લા ત્રણ દિવસથી આવા રીઢા બાકીદારોની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સોમવારે નગર પાલિકાની વેરા વસૂલાતની ટીમે ૨૯ જેટલી દુકાનો સીલ કરી હતી. આ દુકાન માલિકોનો સાડા ત્રણ લાખ રૂપિયા જેટલો મિલકત વેરો બાકી હતો. જે ભરવા માટે પાલિકાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં પણ વેરો ના ભરતા આખરે પાલિકાના સત્તાધીશોએ કડક કાર્યવાહી કરી તમામની મિલકત સીલ કરી હતી. નગરપાલિકાની આવા રીઢા બાકીદારો સામે કડક કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Download Our B K News Today App



Related News