પાલનપુર ન.પા.માં પીએમ આવાસ યોજના કન્સલટન્ટ દ્વારા ૧૦ હજાર પડાવ્યા મામલે પાલિકાની કડક તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 11:55:03
  • Views : 448
  • Modified Date : 2020-06-06 11:55:03

પાલનપુર નગરપાલિકા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે. ત્યારે પાલનપુર
નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારીઓએ અરજદાર વિમળાબેન મોઢ પાસેથી કન્સલ્ટન્ટ નિર્મલભાઇ ગઢવી  દ્વારા ૧૦ હજાર પચાવી પાડયા હોવાની મહિલા વિમળાબેન મોઢ  દ્વારા પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ લેખિતમાં કરી હતી. જેના અનુસંધાનમાં રજૂઆત કરતા નગરપાલિકાની ટીમ દ્વારા
તપાસ કરી લાલ આંખ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના કન્સલટન્સ નિર્મલભાઈ ગઢવી દ્વારા ૧૦ હજાર રૂપિયા પડાવ્યા બાદ મહિલાના હપતાની ચુકવણી કરી હતી. જ્યારે  ફરીથી ૧૦ હજારની માંગણી કરતા
અરજદાર મહિલા વિમળાબેન મોઢે પાલિકામાં લેખિતમાં રજૂઆત કરતા પાલિકાના અધિકારીઓ જડબાતોડ તપાસ હાથ ધરી છે. જેને લઇ
પાલિકાના અધિકારીઓએ
અરજદારના ઘરની મુલાકાત લીધી હતી અને મહિલાને સાયના કેટલા ચેક મળ્યા છે કે અને સહાયની કેટલી રકમ મળી અને કન્સલ્ટન્ટ અને કેટલા રૂપિયા આપ્યા છે સહિતના સવાલોના જવાબ મેળવ્યા હતા અને
પાલિકાની તપાસ ટીમના સૂત્રોએ જણાવ્યું કે અરજદારના ઘરની મુલાકાત કરવામાં આવી છે. જેમાં અરજદારના જવાબને આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને તથ્યોને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News