હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપને લઇ પાલનપુરમાં વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:33:01
  • Views : 360
  • Modified Date : 2020-10-04 11:33:01

બનાસકાંઠા જિલ્લાના દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો
ઉપસ્થિત રહી રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપના બનાવને લઇ ભારે વિરોધ દર્શાવ્યો હતો. યોગી અને યુ.પી. પોલીસ હાય હાય” ના નારા લગાવી આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપના બનાવને લઇ સમગ્ર ભારત દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો
પડ્યા છે. ત્યારે આ યુવતીને ન્યાય મળે તે માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં દલિત યુવતી પર ગેંગરેપની ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લાના દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે કલેકટર કચેરી
પહોંચી યોગી સરકાર અને
યુપી પોલીસ હાય હાય” ના નારા લગાવી આરોપીઓને ફાંસીની માંગ કરી હતી. દલિતો ન્યાય માટે કલેક્ટર કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા હતા.

Download Our B K News Today App



Related News