ગૌણ પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરાતાં પાલનપુરમાં ભારે આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 11:45:48
  • Views : 741
  • Modified Date : 2019-10-16 11:45:48

ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા આયોજીત બિન સચિવાલય જુનિયર કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- ત્રણની પરીક્ષાઓ એકાએક રદ કરી શૈક્ષણિક ધોરણ વધારવાની ચર્ચાને પગલે પાલનપુરમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં મંગળવારે જિલ્લા કોંગ્રેસ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિન સચિવાલય જુનિયર કલાર્ક, ઓફિસ આસિસન્ટન્ટ વર્ગ ત્રણની
પરીક્ષાઓ રાજ્ય સરકાર દ્વારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે પરીક્ષા આપનારા ઉમેદવારો તેમના વાલીઓ તેમજ વિરોધ પક્ષ દ્વારા આ નિર્ણય સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં પાલનપુર ખાતે મંગળવારે કોંગ્રેસ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટર સંદિપ સાગલેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતુ કે, મોટાભાગના ગરીબ અને મધ્યમ પરિવારના ઉમેદવારોએ પરીક્ષાની તૈયારીઓ માટે મોઘી ફી ચૂકવી કલાસ ભર્યા હતા. અંત સમયે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવતાં તેમના નોકરી મેળવવાના સ્વપ્ન રોળાઇ ગયા છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, ભાજપ સરકાર દ્વારા છેલ્લાં કેટલાક સમયથી વિવિધ ભરતીઓમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યારે પુનઃ અન્યાય કર્તા નિર્ણયની ફેર બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News