રાજસ્થાનના ઉદયપુરમાં કરપીણ હત્યા મામલે પાલનપુરના વેપારી સંગઠનો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 12:04:49
  • Views : 304
  • Modified Date : 2022-07-05 12:04:49

રાજસ્થાનના ઉદપુરમાં કરપીણ હત્યા મામલે પાલનપુરના વેપારી સંગઠનો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાજસ્થાનના ઉદેપુરમાં ટેલર યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી.જેના વિરોધમાં પાલનપુર સહીતના વેપારી સંગઠનો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીઓને ફાંસી સજાની માંગ કરવામાં આવી છે.

 

રાજસ્થાનના ઉદેપુરમાં ટેલર યુવકની બે શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી.જેના દેશ ભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.જેથી ઠેર-ઠેર હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાડી હત્યા કરનાર બંન્ને શખ્સોને ફાંસીની સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે.જેના પગલે પાલનપુર સહીતના વેપારી સંગઠનો , સ્વૈચ્છીક સંસ્થાઓ વિવિધ એસોસિયેશનો દ્વારા સોમવારે કોલેજ બહારથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ કરી ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન આપવામાં આવ્યુ હતુ.જેમાં વેપારીઓએ બપોર સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા હતા.

.પાલનપુર ચોકસી બજાર દ્રારા આજ રોજ સવારથી વેપારીઓ એ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો બંધ રાખી કાર્યક્રમ માં જોડાયા હતા

Download Our B K News Today App



Related News