પાલનપુરથી યુ.પી. જવા સ્પેશિયલ ટ્રેન રવાના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 14:31:24
  • Views : 577
  • Modified Date : 2020-05-11 14:31:24

પાલનપુરથી યુ.પી. જવા શનિવારે સ્પેશિયલ ટ્રેન મુકવામાં આવી હતી. જેમાં લગભગ ૧૨૫૦ જેટલા લોકોને વતન જવા રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને જમવા અને પાણીની વ્યવસ્થા સદભાવના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.

પાલનપુરમાં શનિવારે સાંજે ૮ઃ૦૦ વાગે ૧૨૫૦  ઉત્તર-પ્રદેશના શ્રમિકોની ટ્રેઈન 

પાલનપુરથી એમના વતન જવા રવાના થઈ. જિલ્લા કલેકટર તથા નાયબ કલેકટર, સમાજ-સેવી લોકોની ઉપસ્થિતિમાં તમામ શ્રમિકો માટે પોષ્ટિક ભોજનની વ્યવસ્થા પાલનપુર રેલ્વે-સ્ટેશન મુકામે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. શ્રમિકોને વતન જવા મળતા તેવો ખુશખુશાલ જોવા મળ્યા હતા.


Download Our B K News Today App



Related News