પાલનપુરમાં સ્વયંભૂ બંધનો મિશ્ર પ્રતિસાદ, બંધ માટેની સુચનાઓ છતાં અમુક દુકાનો ખુલ્લી રહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 15:40:29
  • Views : 445
  • Modified Date : 2021-04-10 15:40:29

    બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુરમાં સ્વયંભૂ બંધ રાખવાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વેપારી એસોસીએશન અને ચીફ ઓફિસર વચ્ચે મળેલી બેઠકમાં શનિવાર તેમજ રવિવારે પાલનપુર સ્વૈચ્છિક બંધ પાળશે તેવી જાહેરાતો થઇ હતી, પરંતુ આ જાહેરાતનો અમલ ક્યાંક અમુક અંશે થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

    બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં વધતા આ કેસના પગલે વેપારી એસોસીએશન અને ચીફ ઓફિસરની મીટિંગમાં શનિવાર તેમજ રવિવારે પાલનપુર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. બંધ માટેની સુચનાઓ છતાં પાલનપુરમાં કયાંક દુકાનો ચાલુ રહી તો કયાંક બંધ જોવા મળી હતી.બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે 400 જેટલા જિલ્લામાં એક્ટિવ કેસ છે ત્યારે પાલનપુરમાં કોરોનાનો રાફડો ફાટયો છે. જોકે, અમુક વેપારીઓ બંધ પાળવા માટે સહમત તો છે પરંતુ પાલનપુર શહેરના અમુક વેપારીઓ આર્થિક નુકશાન થતું હોવાની વાતને લઇ વેપારીઓ આ બંધને માન્ય રાખવા તૈયાર નથી.

    શહેરમાં ભલે કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતું હોય તેમ છતાં વેપારીઓ દુકાન બંધ રાખવા સહમત ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, તેમજ હાલમાં લગ્નની સિઝન આવી છે એક વર્ષથી વેપારીઓ ધંધા વગર બેઠા હતા, જ્યારે હવે વેપારની શરૂઆત થઈ છે. ત્યારે બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે વેપાર કરી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News