પાલનપુરના શિક્ષક બન્યા પેડમેન : દીકરીઓને માસિક ધર્મ બાબતે અંધશ્રદ્ધા દૂર કરી સેનેટરી પેડનું વિતરણ કર્યું

  • Published By :
  • Published Date : 2022-09-09 18:08:29
  • Views : 324
  • Modified Date : 2022-09-09 18:08:29

પ્રવર્તમાન સમયમાં હાઇજેનિક ખોરાકના કારણે માસુમ દિકરીઓ ઘણીવાર ૧૨ વરસની નાની ઉંમરે પણ માસિક ધર્મ (પિરિયડ્સ) ના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના હોવાથી માસિક ધર્મ (પિરિયડ) નું દર્દ, સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ પણ અનુભવતી હોય છે. ત્યારે પાલનપુર ના કલા શિક્ષક ડીસા ની ભાદરા પ્રાથમિક શાળામાં જઈને દીકરીઓને માસિક ધર્મ  વિશે ની અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે સમજણ આપી સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું

દિકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય શાળાઓમાં જઇ દિકરીઓના માતા-પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા કલાશિક્ષક નયન ચત્રારિયા એક અનોખી ફરજ અદા કરી રહ્યાં છે. સાથે જરુરિયાતમંદ દિકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જુની પ્રણાલી નાબુદ કરવા સમસ્યા નહિં, સમાધાન નામે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યાં છે. નયન ચત્રારિયા પોતે કલાશિક્ષક સાથે ઉત્તર ગુજરાતનાં જાણિતા એન્કર અને ફિલ્મ મેકર પણ છે. તેઓ આજે ડીસા તાલુકાની ભાદરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને ગ્રામીણ વિસ્તાર ની દીકરીઓને માસિક ધર્મ અંગે પૂરતી સમજણ આપી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જરુરિયાતમંદ દિકરીઓને અત્યાર સુધી બે લાખ ઓગણીસ હજાર રૂપિયાના ખર્ચે ૧ લાખ થી પણ વધૂ સંખ્યામાં મફત સનેટરી પેડ આપી  યુવા કલાશિક્ષક નયન ચત્રારિયાએ વાસ્તવિક જીવનમાં  પેડમેન બની આજના યુવાનોને અને સમાજને એક અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે.

Download Our B K News Today App



Related News