પાલનપુરના સરકારી વસાહતમાં પાણીની પારાયણ વચ્ચે ટેન્કર આવતાં લોકોની દોડાદોડી જોવા મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 15:02:31
  • Views : 481
  • Modified Date : 2019-11-20 15:02:31

પાલનપુરના સરકારી વસાહતમાં પાણીની મોટરમાં ખામી સર્જાતા છેલ્લા ચાર દિવસથી 250થી વધુ સરકારી કર્મચારીઓના પરીવારો પાણી માટે વલખાઓ મારી રહ્યા છે.તેવા સમયે પાણીના ટેન્કર આવતા જ ટેન્કરની આજુબાજુ કર્મચારીઓને ડોલ તથા તગારા લઇને દોડવા માટે મજબુર બનવું પડ્યું છે.આમ પાલનપુરના કોઝી વિસ્તારમા આવેલા સરકારી વસાહત કે જ્યા પાલનપુર સહીત જીલ્લાની અલગ અલગ સરકારી કચેરીઓમા ફરજ બજાવતા મોટાભાગના કર્મીઓ પોતાના  પરીવાર સાથે વસવાટ કરે છે.ત્યારે શનિવારના રોજ સરકારી વસાહતની બોરની મોટરમા ટેકનિકલ ખામી સર્જાતા શનિવારથી વસાહતમા પાણી મળતુ બંધ થઇ ગયુ છે.જેના કારણે તંત્ર દ્વારા બીજી મોટરની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જગ્યાએ પાણીના ટેન્કરની વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ ટેન્કર આવતા જ પાણી ભરવા લોકોની લાંબી કતારો લાગી જાય છે.ત્યારે છેલ્લા ચાર દિવસથી બંધ પડેલી મોટરનુ રિપેરીંગ કામ કરાય અને તે બાદ અન્ય એક વૈકલ્પીક મોટરની વ્યવસ્થા કરાય તેવી સ્થાનીકોની ઉગ્ર માંગ ઉઠવા પામી  છે.

Download Our B K News Today App



Related News