પાલનપુર રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 13:32:39
  • Views : 396
  • Modified Date : 2019-10-07 15:16:28

પાલનપુર રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે. જ્યાં આઠમનો હવન યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.પાલનપુર શહેરમાં રાજગઢી વિસ્તારમાં નવાબ સાહેબના વખતમાં નાગણેજી માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. વર્ષમાં માત્ર આસો સુદ આઠમ અને શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે આ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. ત્યારે રવિવારે આઠમના દિવસે મંદિર ખોલવામાં આવ્યું હતું. જ્યાં હવન યોજાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ નાગણેજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News